મોરબીના નાનીવાવડી ગામે ઉચ્ચ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અને મૂળ ખરેડા ગામના અને હાલ નાનીવાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રેહતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવ અંદાજીત ઉ.વ. ૪૬નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ બેસી જતા મોત નીપજ્યું હતું અચાનક હાર્ટએટેક થી મોત નીપજતા પરિવાર સહિત શાળા તેમજ તેમના વિધાર્થીમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો
મોરબીના નાનીવાવડી ગામે વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ વૈષ્ણવ વાવડી ગામ પાસે આવેલ ભૂમિ ટાવર ખાતે બેડમિન્ટન રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક હાર્ટએટેક આવતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર પેહલા જ મોત નીપજ્યું હતું અને મૃતદેહ ને પોતાના વતન ખરેડા ગામે લઇ જવામાં આવ્યો હતો જ્યાં વહેલી સવારે સમશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ શિક્ષક વર્ગ જોડાયો હતો

