મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા ગોરધનભાઈ નાનજીભાઈ કડીવાર ઉ.વ.62 એ આરોપી વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે.વાઘપર ગામ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.07-11-2023ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ પોતાના ખેતર કપાસ વિણવા માટે મજુર મુકવા ગયેલ અને મુકીને પાછા આવતા હતા ત્યારે આરોપી વાઘપર ગામના ઝાપા પાસે બેઠા હોય અને ફરીયાદીને ઉભા રાખી કહેલ કે મારા મજુરને કેમ તમારા ખેતર કપાસ વિણવા લઇ ગયેલ છો તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી એક ધોકો મારી ખંભાના ભાગે ફેકચર કરી તેમજ ડાબા હાથના પંજામા તથા ડાબા પગના સાથળમા ધોકા વડે મુઢ ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ગોરધનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

