HomeGujaratટંકારાના લતીપર નજીક બંધ કારખાનાની ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી ગેંગ ઝડપાઈ,15 મોટર...

ટંકારાના લતીપર નજીક બંધ કારખાનાની ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી ગેંગ ઝડપાઈ,15 મોટર સહિતનો મુદ્દામાલ જપ્ત

મોરબી વાકાનેર નેશનલ હાઇવે પર આવેલા આરટીઓ કચેરીના સામેના ભાગે ત્રણ જેટલા શખ્સની હિલચાલ શંકાસ્પદ હોય અને કારણ વિના આંટાફેરા કરતા હોય આં બાતમી આધારે એલસીબીની ટીમે આ શખ્સો પર વોચ ગોઠવી હતી. આ શખ્સને દબોચી લીધા હતા અને તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી.આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ જાવિદ સલીમ સૈયદ,આસિફ ઇબ્રાહિમ કેડા, અખ્તર આદમભાઈ મકરાણીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી શંકાસ્પદ રીતે રહેલો15 જેટલી કારખાનાની મશીનરી ચલાવવા વપરાતી ઇલેક્ટ્રિક મોટર મળી આવી હતી જેની પૂછ પરછ કરતા તેને આં મોટર ટંકારા તાલુકાના લતિપર ગામ પાસે આવેલ એક બંધ કારખાનામાં થી25 જેટલી મોટર ની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. કબૂલાત આધારે પોલીસે 15 મોટર, બે મોબાઇલ સહિતના રું.97 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW