HomeGujaratહળવદમાં બે દુકાનમાંથી મીઠાઈના માત્ર એક સેમ્પલ લેવાયા, CCTVના જાહેરનામાનો પણ ભંગ

હળવદમાં બે દુકાનમાંથી મીઠાઈના માત્ર એક સેમ્પલ લેવાયા, CCTVના જાહેરનામાનો પણ ભંગ

નવરાત્રી પર્વની સાથે જ તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે અને તેની સાથે મીઠાઈ અને ફરસાણનું ધૂમ વેચાણ શરુ થઇ ગયું છે હળવદ શહેર અને આસપાસ છેલ્લા એક મહિનાથી મીઠાઈ અન ફરસાણનું વેચાણ વધ્યું છે. હળવદની અનેક દુકાનમાં હલકી ગુણવતાની મીઠાઈ અને ફરસાણ વેચાતું હોવાની ફરિયાદ ઉઠી છે ખાસ કરીને વેપારી મીઠાઈમાં વપરાતા માવા નબળી ગુણવતા ના હોવાની તેમજ ગુલાબ જાંબુમાં વપરાતી ચાસણી પણ ખરાબ ગુણવતાની હોવાની, ફરસાણમાં વેપારી સારી ગુણવતા ચણાના લોટના બદલે અન્ય મિક્સ લોટનું મિશ્રણ કરતા હોય તેમજ નબળી ગુણવતા ના પામોલીન ઓઈલના ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે દરેક તેહવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સેમ્પલ લેવા તો આવે છે પરંતુ તે સેમ્પલ પાસ કેવી રીતે થાય છે તે પણ સવાલ છે

હળવદમાં ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હળવદ શહેરના થરા ચોકડી પાસેઆવેલ મહેશ્વરી સ્વીટ માર્ટમાંથી ગુલાબજાંબુના જયારે મેઈન બજારમાં આવેલા જૈન સ્વીટ માંથી બરફીના સેમ્પલ લઇ તપાસ અર્થે વડોદરા ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે જોકે આ સેમ્પલનો રીપોર્ટ દિવાળી બાદ આવશે અને ત્યાં સુધીમાં તો મીઠાઈ અને ફરસાણ વેચાણ થઇ જશે જો આ મીઠાઈ નબળી ગુણવતાની હોવાનું રીપોર્ટમાં સામે આવશે તો તે ખાનારા બીમાર થવાની પણ શક્યતા વધી જશે.

બન્ને મીઠાઈની દુકાનમાં સીસીટીવી કેમેરા અંગેના જાહેરનામાંનો પણ ભંગ થતો હોવાનું સામે આવ્યું છે જૈન સ્વીટ માર્ટમાં સીસીટીવી ન હોવાનું અને મહેશ્વરી સ્વીટ માર્ટમાં સીસીટીવી હોય પણ તેના મેન્ટેન્સ અભાવે બંધ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે જોકે ખરેખર કેમેરા ચાલુ છે કે બંધ તે અંગે પોલીસે તપાસ કરે તે જરૂરી છે અને જો કેમેરા ચાલુ ન હોય હતો તે અંગે ગુન્હો પણ નોધી કાયદાનું ભાન કરાવવું જોઈએ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW