મોરબી શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો સાથે આઝાદીના 7 દાયકા બાદ ભેદભાવ થતાં હોય અનુ.જાતિના પરિવારને એનેકન રીતે તેના અધિકારોથી વંચિત રાખવામાં હોય છે જેથી આવા પરિવારોના અધિકારના રક્ષણ માટે લડતા સામાજિક કાર્યકરો સાથે અલગ અલગ કચેરીમાં તેની સાથે ગેર વર્તુણુક કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં સામાજીક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા.તાજેતરમાં તાલુકા મામલતદાર કચેરીમાં એક અરજીનો ખાર રાખી નાયબ મામલતદાર રાઠોડ દ્વારા સામાજિક કાર્યકર વિનોદભાઈ પરમારને ગાળો આપી ધમકી અપાયાના આક્ષેપ કરવા આવ્યા હતા
આં પૂર્વે ગોર ખીજડિયામાં મારમારી કેસમાં પોલીસ ફરિયાદ ન લેતા હોય ખાનપર અને ચાચપરમાં સ્મશાન ની જગ્યા પર દબાણ કરવાના પ્રશ્નો ઉકેલવા કાલિકાનગર અને ચાચાપરના લોકો દ્વારા જમીન વિવાદ મુદ્દે ઉકેલ લાવવા સહિતની માગણી કરી હતી આં ઉપરાંત મોરબી જીલ્લામાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં દલિત સમાજની વસ્તીને ધ્યાને લઇ100 ચોરસ વાર પ્લોટ ફાળવણી કરવા માગણી કરવામાં આવી છે તેમજ ચોક્કસ સમાજના લોકો ગામે ગામ સરકારી ખરાબામાં બાંધકામ કરી ગરીબ પરિવારના હક પર તરાપ મારી રહ્યા હોય જે અટકાવવા માગણી કરવામાં આવી છે.
સામાજિક કાર્યકરો એ તેમની માગણી મુદ્દે એક સપ્તાહ દરમ્યાન પગલાં નહિ લેવામાં આવે તો ઉગ્ર રજૂઆત કરશે તેવી ચીમકી આપી હતી.

