HomeGujaratમોરબી પટેલ બોર્ડીંગના રૂમમાંથી પાંચ મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી પટેલ બોર્ડીંગના રૂમમાંથી પાંચ મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી વીસીફાટક નજીક પટેલ બોર્ડીંગના રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર પાંચ મોબાઇલ કિં રૂ.38,000 ના મતામાલની ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મૂળ વડોદરાના રહેવાસી અને હાલ મોરબી વીસીફાટક પાસે પટેલ બોર્ડીંગમા રહેતા મિતભાઈ હરેશભાઈ વેકરીયા (ઉ.વ.21) એ અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.08-10-2023 થી 09-10-2023 વચ્ચે કોઈ પણ સમયે ફરીયાદી તથા તેના મિત્રોના મોબાઇલ REALME X7 MAX કિ.રૂ.7000/ તથા SAMSUNG A53 કિ.રૂ.9000/તથા VIVO T2 5G કિ.રૂ.9000/તથા REALME 9PRO કિ.રૂ.8000/- તથા OPPO A5 કિ.રૂ.5000/ એમ કુલ રકમ .38000/ વાળા મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર મિતભાઈ અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW