મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓના નિદાન માટે મોરબીના વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી દ્વારા દર બે મહીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આગામી ૪ અને ૫ નવેમ્બરના રોજ નવા ડેલા ખાતે આવેલા ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે ઉદયભાઈ વિનોદભાઈ મહેતાના સહયોગથી આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિદાન કેમ્પમાં મુંબઈ ના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તા. ૪ નવેમ્બરના રોજ સાંજે 4 થી 7 અને તા.૫ નવેમ્બર ના રોજ સવારે 9 થી 12 દરમિયાન નિશુલ્ક તપાસી માર્ગદર્શન આપશે.આ કેમ્પનો લાભ લેવા માંગતા દર્દીઓને તેમના ના ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈને મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ પર અગાઉથી નોધાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહે જણાવ્યું હતું

