સીનીયર પત્રકાર નીલેશ પટેલ
મોરબી જીલ્લો છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં જ રહે છે અનેક કામો રોકાયા હોય તેવા સમયે મોરબી નગરપાલિકાના કામોને વેગ આપનાર હળવદ માળિયાના પ્રાંત અધિકારીની રાતોરાત બદલી થતા સમગ્ર મોરબી જિલ્લામાં તર્ક વિતર્ક થઇ રહ્યા છે
હળવદ માળિયા મિયાણાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને સુપર સીડ થયેલા મોરબી નગરપાલિકાના રોકાઈ પડેલા કામો થઇ શકે તે માટે ચીફ ઓફિસરનો ચાર્જ પણ હર્ષદીપ આચાર્યને સોપવામાં આવ્યો હતો. અને તેના કારણે જ મોરબી નગરપાલિકામાં અટકી પડેલા કરોડોના વિકાસ કામોને વેગ મળવાની અંતિમ ક્ષણોમાં હર્ષદીપ આચાર્યની રાતોરાત ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે બદલી કરી દેવામાં આવી છે
એક બાજુ ઝુલતા પુલ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપર સીટ કરવામાં આવી હતી અને વહીવટદાર તરીકે અધિક કલેકટર નારણ મુછારની નિમણુક કરવામાં આવી હતી સુપરસીડ પહેલા જ ભાજપના શાસનમાં પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઈ હતી જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા ખુદ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ વિષયમાં તપાસ કરવાની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે, તેની તપાસ તો એક બાજુ રહી પરંતુ જે અધિકારી એ ચીફ ઓફિસરના ચાર્જમાં આવીને પાલિકાની તિજોરી ભરીને અટકેલા કામોને આગળ વધારવાની દિશામાં ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું તેની રાતોરાત બદલી નાખવામાં આવતા મોરબીના ગંદા રાજકરણને લીધે વધુ એક વખત મોરબીની પ્રજાને હાડમારી વેઠવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે
કોને મોરબીનું હિત થાય તેમાં રસ નથી ? એ મોટો સવાલ છે મોરબીના રાજકારણમાં જોવા મળતા તીવ્ર જુથવાદનો ભોગ આ અધિકારી બન્યા હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે
મોરબી નગરપાલિકાના લીધે આમ પણ ભાજપ સરકાર સામે મોરબી વાસીઓમાં ઉગ્ર રોષ તો છે તેવા સમયે દિવસ રાત જોયા વિના કામ કરતા હર્ષદીપ આચાર્યની રાતોરાત બદલીથી સરકાર જ મોરબી વાસીઓ હેરાન થાય તેવું ઇચ્છતી હોય તેવો ગણગણાટ જનતામાં થઇ રહ્યો છે
જે પણ હોય પરંતુ મોરબીવાસીઓનું હિત જોવામાં નહી પણ રાજકીય સોગઠા ગોઠવવામાં જ ભાજપને રસ હોય તેવું આં ઘટનાથી પ્રતિત થઇ રહ્યું છે

