મોરબીમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા એક શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્તા યુવતીની માતાએ આરોપી જયમલ મહેશ રાઠોડ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી.જયમલને છેલ્લા છ મહીનાથી ફરીયાદીની દીકરી સાથે પ્રેમ સબંધ હોય અને બાદમાં પ્રેમ સબંધ રાખવાની ના પાડવા છતા આરોપીએ અવાર નવાર ફરીયાદીની દિકરીનો પીછો કરી તેની સાથે સબંધ રાખવાનુ કહી પતાવી દેવાની ધમકી આપી ખોટી રીતના હેરાનગતી કરે છે.ભોગ બનનાર યુવતીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

