હળવદ તાલુકાના કોયબા ગામે ચોમાસા બાદ રોગચાળાએ ભરડો લીધો છે. જેને લઈને નવા કોયબા ગામે 70થી વધુ ઘરોમાં અને 300થી વધુની વસ્તી ધરાવતા મોટા ભાગના ઘરમાં માંદગીના ખાટલા છે. જેમાં મોટાભાગે ડેન્ગ્યૂની સારવાર દર્દીઓ લઈ રહ્યાં છે. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધને પણ ડેન્ગ્યૂઓ ભરડો લીધો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ગામમાં 70થી વધુ ડેન્ગ્યૂના કેસો હાલ એક્ટિવ છે અને હળવદ, સુરેન્દ્રનગર, મોરબી અને અમદાવાદ સુધીના જિલ્લામાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અને આ રોગમાં સૌથી વધારે રિપોર્ટ આવી રહ્યાં છે. જેમાં લોહીના કાઉન્ટ ઘટી જાય છે. અને જેથી કરીને રોગચાળો ફેલાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી અને યોગ્ય સારવાર પગલા ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.
પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ જ નથી: ગ્રામજનો
તાલુકાના કોયબા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં CHOની જગ્યા ખાલી છે. જેથી કરીને ગ્રામજનોને યોગ્ય સારવાર મળતી નથી. તો સાથે પેટા આરોગ્ય કેન્દ્રમાં પુરતો સ્ટાફ પણ નથી. જેથી કરીને પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે.

