HomeGujaratમોરબીમાં વસતા બંગાળી પરિવારોએ દુર્ગાપૂજા મહોત્સવનું કર્યુ આયોજન 

મોરબીમાં વસતા બંગાળી પરિવારોએ દુર્ગાપૂજા મહોત્સવનું કર્યુ આયોજન 

મોરબીના લખધીરવાસ ચોકમાં તારીખ 20 ઓકટોમ્બર થી 24 ઓક્ટોબર સુધી 5 દિવસ બેંગલ દુર્ગા પૂજા ગ્રુપ કમિટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવે છે. તો આ દુર્ગા પૂજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમિટી દ્વારા પાઠવવામાં આવ્યું છે.

દુર્ગા પૂજામાં બળ, બુદ્ધિ, જ્ઞાન, સમજ, વિવેક, ન્યાય, સત્ય અને જીવનના ઉચ્ચ ધ્યેયનો મહા સંગમ છે. પાંચ દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુર મર્દીની મા દુર્ગાના વિરાટ રૂપના દર્શન, સૌમ્ય દેવી સરસ્વતીના, સમૃદ્ધિ અને યશના દેવી લક્ષ્મીના, વિધ્યા અને બુદ્ધિના સ્વામી ગણેશજીના, શૌર્ય અને બળના સ્વામી કાર્તિકેયજીની પૂજા સ્તૂતી અને આરતી અને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહા સંગમ છે. મહિલા શકિત અને સશકિત કરણના મહત્વ આપી તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમજ આં બંગાલ પૂજાને લાગતી માહિતી માટેમોહિતભાઇ રાવલનો સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW