HomeGujaratમોરબીમાં દશેરાએ ગાયત્રી મંદિરમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન...

મોરબીમાં દશેરાએ ગાયત્રી મંદિરમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાશે

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ગાયત્રી મંદિર ખાતે આગામી તા.28 ઓકટોબર મંગળવાર ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરવામાં આવનાર છે જેમાં બજરંગદળ,વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ ભાગ લેશે અને મોટી સંખ્યા માં બ્રહ્મ બંધુઓને ઉપસ્થિત રહેવા પણ આહવાન કરવામાં આવ્યું છે.

મોરબી માં દશેરા ના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્ર નું પૂજન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે તા.28 મંગળવારના રોજ દશેરા ના શુભ અવસરે સવારે 10 કલાકે શુભ મૂર્હત માં શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરવાનું આયોજન કરાયું છે

જેમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ પરમ્પરાગત શાસ્ત્ર શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિના સમૃદ્ધ સંસ્કારો ના વારસા એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અસત્ય પર સત્યના વિજય પર્વના પાવન પર્વ એટલે વિજયા દશમી તથા ભગવાન પરશુરામ દ્વારા હંમેશા શસ્ત્રો અને શાસ્ત્રો સાથે રાખી અન્યાય સામે લડ્યા છે ત્યારે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખવા માટે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા વિજયા દશમીના શુભ દિને શસ્ત્ર અને શાસ્ત્રનું વિધિ વત પૂજન કરવાનું આયોજન કરેલ છે જેમાં તમામ બ્રહ્મ બંધુઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,દુર્ગા વાહિની ના તમામ હોદેદારો અને કાર્યકર્તાઆ કાર્યક્રમ માં જોડાઈ અને શાસ્ત્ર અને શસ્ત્રનું વિધિવત પૂજન કરી દશેરાની ઉજવણી કરશે જેથી મોરબીના તમામ બ્રહ્મ સમાજ અગ્રણીઓ ને પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કાર્યક્રમ માં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW