HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યને વ્હીપનો અનાદાર કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યને વ્હીપનો અનાદાર કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસ તરફથી ઉપ પ્રમુખ તરીકે મહેશભાઈ પારેજિયાના નામનું વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતું અને તમામ સદસ્યોને આ દિવસે સભામાં હાજર રહેવા અને વ્હીપ મુજબ મતદાન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે વાંકાનેર તાલુકાની મહિકા બેઠકના કોંગ્રેસ સદસ્ય નવઘણભાઈ મેઘાણી અચાનક ગેર હાજર રહેતા કોંગ્રેસના ઉપ પ્રમુખ ના ઉમેદવાર મહેશભાઈ પારેજીયાને માત્ર 9 મત જ પડ્યા હતા જયારે ભાજપના ઉમેદવારને 14 મત મળતા તે વિજેતા જાહેર થયા હતા.કોંગી સદસ્ય અચાનક વ્હીપનો અનાદાર કરી ગેર હાજર રહેતા એક તરફ સ્થાનિક કોંગી સદસ્યોમાં તર્ક વિતર્ક સર્જાયા હતા બીજી તરફ પક્ષ પક્ષ દ્વારા પણ વ્હીપનો અનાદાર માટે પ્રથમ ખુલાસો આપવા નોટીસ ફટકારી હતી. પરંતુ યોગ્ય ખુલાસો ન આવતા પક્ષે કડક નિર્ણય લેતા નવઘણભાઈને કોંગ્રેસના પ્રાથમિક સદસ્ય સહીત તમામ હોદા પરથી સસ્પેન્ડ કરવા આદેશ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW