મહેસુલ વિભાગના અધિકારીઓને બદલીના સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા.વર્ગ ૧ના 69 અધિકારીઓની બદલી કરાઈ છે.જેમાં ડી.એ.ઝાલા મોરબી પ્રાંત અધિકારીને ડેપ્યુટી કલેક્ટર સ્ટેપ ડ્યૂટી આણંદ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.તેમની જગ્યાએ જામનગર નાયબ ચુંટણી અધિકારી સુશીલ પરમારને મૂકવામાં આવ્યા.પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 13 અધિકારીઓને બદલી અને અધિકારીઓને 53 બઢતીના આદેશ આપવામાં આવ્યા છે.
જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલા જી. ગોહિલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ ખાતે બદલી કરવામાં આવી.તેમની જગ્યાએ નિશાંત ડી. ફુગસીયાને તાલુકા વિકાસ અધિકારી,બારડોલીથી બઢતી આપી નાયબ જીલ્લા વિકાસ અધિકારી મોરબી તરીકે મુકવામાં આવ્યા.ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ.ડી.જાડેજાને બઢતી આપી નાયબ જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત-જામનગર ખાતે મૂકવામાં આવ્યા.

