મોરબી શહેરમાં મુખ્ય માર્ગો અને જાહેર ચોક વિસ્તારમા ઠેર ઠેર જગ્યાએ રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે.રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રખડતા ઢોરને પાંજરે પુરવા પોલિસી બનાવી પણ પાલિકા પાસે સરકારના આદેશનો પાલન કરવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે.અને તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે જિલ્લા કલેકટર કચેરી થી માત્ર 200 મીટરના અંતરે સોઓરડી ચોકમાં આવેલા રીક્ષા સ્ટેન્ડમાં ઉભેલા સમજુબેન લાખાભાઈ ગઢવી નામની 35 વર્ષીય મહિલા તેના8 વર્ષના પુત્ર સિદ્ધાર્થ લાખાભાઈ ગઢવી સાથે ઊભા હતા અને ત્યાં પાસે ઊભેલી રીક્ષામાં બેસવા જતા હતા.આં દરમિયાન ચોકમાં બે ખુટિયા આવી ચઢ્યા હતા અને માતા પુત્રને ઢિક મારી જમીન પર પછાડી દીધા હતા. અચાનક બનેલી ઘટનાંથી બંને ને ઈજા પહોચી હતી.જેથી બંનેને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખુટિયાઓના ત્રાસના કારણે લોકોમાં રોષ પણ ફેલાયો છે.
મોરબી શહેરમાં વધી રહેલા રખડતા ઢોર એક તરફ રસ્તા પર ટ્રાફીક જામનું કારણ બની રહ્યા છે તો બીજી તરફ નિર્દોષ લોકોને ઢીકે ચઢાવી જીવલેણ પણ બની રહ્યા છે તંત્ર અવાર નવાર રખડતા ઢોર પકડવાના દાવા કરી રહ્યા છે પણ જમીની હકીકત ખૂબ અલગ છે

