મોરબી તાલુકાના જુના ઘૂટું રોડ પર આવેલા અંબિકા સોસાયટીમાં રહેતા સત્યજીતભાઇ ગોવિંદભાઇ માંડલ નામના 35 વર્ષીય યુવાન જુના ઘૂટું રોડ પર આવેલા સોગો સિરામિક સામેના ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.ત્યારે ત્યાં ત્રાજપર ગામમાં રહેતો રમેશભાઇ ટીંડાણી મંદિરમાં હાજર હતો અને મંદિરે દર્શન કરવા આવવાની ના પાડતા ફરીયાદીએ કેમ તેને મંદિર આવવાની ના પડે છે તેમ પૂછતાં આરોપી વચ્ચે બોલાચાલી થયેલ અને આરોપી રમેશભાઇએ ફરીને ગાળો બોલી ડાબા હાથે લાકડાનો ધોકો મારતા હાથના ભાગે ફેકચર જેવી ઇજા પહોચી હતી જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે સત્યજીતભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત જાહેર સ્થળ પર આવતા રોકી જાહેરમાં અપમાનિતકર્યા હોવાની ફરીયાદ નોધાવી હતી

