મોરબીના ખાનપર ગામની સીમમાંમાં માલ ઢોર ચરાવવા બાબતે બે શખ્સોએ એક આધેડ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો અને લાકડીના ધોકાથી મારમાર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મોમૈયાભાઈ ખીમાભાઇ ડાવેરા ગત તા.૨૮ના સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપીઓ તેમના માલઢોરના વાડીના શેઢે ચરાવવા આવતા આધેડે તેમને ત્યાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી મુંઢ માર મારતા હોઈ તે દરમ્યાન ફરીયાદીના પત્ની ધકુબેન છોડાવવા આવતા આરોપી વિશાલભાઈએ ધકુબેનને જમણા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદીનુ ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી ફરીને શરીરે છાતીના ભાગે તથા ગળાના ભાગે ફ્રેકચર ઈજા પહોચાડી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મોમૈયાભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

