સૌરાષ્ટ્રની મોટી નગરપાલિકા પૈકીની એક અને 52 52 ભાજપના સદસ્યો ધરાવતી મોરબી નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક હોવાની ખુદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જાહેરાત કરી હતી અને સ્વભંડોળના અભાવે પાલિકા પાસે કર્મચારીઓના પગાર તેમજ પાલિકાના રૂટીન ખર્ચ માટે પણ રૂપિયા ન હોવાનું જણાવતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું હતું તો વિપક્ષને જાણે મોકો મળી ગયો હોય તેમ તેઓએ ભાજપના જ સદસ્યો પર ભ્રષ્ટાચાર આચરી ઈમરજન્સી ખર્ચના નામે પ્રજાના પૈસા વેડફી નાખવાનો આક્ષેપ કરી તેની તપાસ કરવાની માંગણી કરી હતી જોકે આ બધી વાત બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી પરંતુ મોરબીની મૂંગી પ્રજાએ ફરી એકવાર ધારાસભ્યની વાત પર ભરોસો મૂકી ટેક્સ ભરવાની શરુ કરી હતી જોકે આ કામગીરીમાં અગાઉ કરતા ઉણપ દેખાઈ રહી છે મોરબી પાલિકા પાસે ચાલુ વર્ષમાં 81,100 આસામીઓ નોધાયેલ છે જેની પાસેથી પાલિકાને 32 કરોડ જેટલી ટેક્સની રકમ વસુલ કરવાની રહે છે. જે પૈકી 14 ,201 આસામીઓએ ચાર મહિના દરમિયાન પાલિકાને રૂ 5 કરોડ 47 લાખ જેટલી રકમની જમા કરી દીધી હતી અને પાલિકાની તિજોરીનો ચોથો ભાગ ભરપાઈ કરી દીધો હતો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એડવાન્સ ટેક્સ પર આપવામાં આવતી રીબેટ યોજના અંતર્ગત 16 લાખ 54 હજાર જેટલી રકમની ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો
હાલ પાલિકાના ૬૬૮૯૯ આસામીઓ પાસેથી 26 56 ૩૩ 000 જેટલી રકમ પાલિકાને હજુ વસુલ કરવાની બાકી છે બીજી તરફ કેન્દ્ર સરકાર ની રીબેટ યોજના આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે જેથી જો કોઈ આસામી આ 1 ઓક્ટોબર બાદ વેરો ભરવા જશે તો તને ભરવા પાત્ર તમામ રકમ ભરવાની રહેશે અને રીબેટ યોજનાનો લાભ નહી લઇ શકે જેથી પાલિકા દ્વારા યોજનાનો લાભ લેવા 30 સપ્ટેમ્બર પહેલા વેરો ભરવા સુચના આપવામાં આવી છે
મોરબી નગરપાલિકા દ્વારા લોકો વધુને વધુ રીબેટ યોજનાનો લાભ લઈ શકે અને પાલિકાને વધુ વધુ વેરો મળી રહે તે પાલિકા દ્વારા 30 સપ્ટમ્બર ઓફીસ સમય દરમિયાન વેરો સ્વીકારવાની જાહેરાત કરી છે તો આગામી 28 સપ્ટેમ્બરના રોજ ઈદની જાહેર રજાના દિવસે પણ વેરા વસુલાત કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ હાઉસ ટેક્સ ડીપાર્ટમેન્ટના હેડ દલસુખભાઈએ જણાવ્યું હતું

