વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં રહેતો જગદીશ ભુરાભાઈ જોષી નામના 22 વર્ષીય યુવક ગામના તળાવમાં નહાવા ગયો હતો તે દરમિયાન અક્સ્માતે ડૂબી ગયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ યુવકને વાંકાનેર સીવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી
બીજા એક બનાવમાં વાંકાનેર તાલુકાના વિનયગઢમાં રહેતા મકવાના પરિવારની કિંજલબેન ભાવેશભાઇ મકવાણા નામની બાળકી તેમની વાડીએ આવેલા રહેણાંક મકાન પાસે રમતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા કિંજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

