HomeGujaratપાણીપુરીમાંથી નીકળ્યું કઈક એવું કે ખાનારના હોશ ઉડી ગયા

પાણીપુરીમાંથી નીકળ્યું કઈક એવું કે ખાનારના હોશ ઉડી ગયા

બજારમાં સામાન્ય રીતે હરવા ફરવા જતા લોકો ચટપટા નાસ્તા રૂપે પાણીપુરી પસંદ કરતા હોય છે ખાસ કરીને મહિલાઓમાં પાણી પૂરીનો ક્રેઝ ખુબ વધુ જોવા મળે છે જોકે ક્યારેક આ પાણીપુરી બનાવનાર વ્યક્તિઓની બેદરકારીના કારણે પાણીપુરી સાથે એવી ચીજ પણ આવી જતી હોય છે કે તેને જોઈ ખાનાર વ્યક્તિઓના હોશ ઉડી જતા હોય છે.અને કયારેય ફરી પાણીપુરી ખાવાનું નામ લેતા નથી

સોશ્યલ મીડીયામાં અવારનવાર પાણી પુરી લારી પર બેદરકારી અને ગંદકીના દ્રશ્ય સામે આવતા હોય છે આવો જ એક વિડિયો વાયરલ થયો છે જેમાં જેમાં જોઇ શકાય છે કે પાણીપુરીની અંદર કીડો દેખાઇ રહ્યો છે. કીડાના લીધે આ ફોટાને ઇન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. પાણીપુરીના પાણીમાં ડુંગળી વગેરે નાખેલું છે, પરંતુ એક નાનકડો કીડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કીડો જોયા બાદ તમારા મનમાં પ્રશ્ન થશે કે જ્યારે લારી પર પાણીપુરી ખાવા જાવ છો તો શું તેને અંદર જોઇ શકો છો.

આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે. તેને તમારે ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જોકે આ ફોટા પર ઇન્ટરનેટ યૂઝર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખવું પડશે કે પાણીપુરી ખાતા પહેલાં તેની અંદર જરૂર જોઇ લો, ક્યાંક કોઇ કીડો તો ફરી નથી રહ્યો ને.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW