મોરબીના ગૌ સેવા એજ માનવ ધર્મ ગૃપ દ્વારા મણી મંદિર પાસે નંદી મહારાજને સમાધિ આપવામાં આવી હતી.માનવ ધર્મ ગ્રુપ છેલ્લા એક વર્ષથી અલગ અલગ ગૌ વંશ અને ગાયનુ મૃત્યુ થયું હોય તેવા નિરાધાર 160થી વધુ ગૌ વંશની સન્માન સાથે અંતિમ વિધિ કરી સમાધી આપવામાં આવી હતી ગૌ સેવા એજ માનવ ધર્મ ગૃપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અવાર નવાર ગૌ વંશનું મૃત્યુ થાય તો તેને એમ જ નાખી દેવામાં આવે છે ત્યારે ગૌવંશ ને સાચવી શકતા ન હોય તો તેને રાખવા ન જોઈએ. અને રાખતા હોય અને ગૌવંશ કોઈ કારણોસર મૃત્યુ પામે તો તેને રસ્તામાં કે ગમે ત્યાં નાખવામાં આવે છે તેના બદલે તેની વિધિવત રીતે સમાધિ આપવી જોઈએ. અને કોઈપણ ગૌ પાલકો દ્વારા વિધિવત રીતે સમાધિ ન આપી શકતા હોય તો તેણે ગૌ સેવા એજ માનવ ધર્મ ગૃપને જાણ કરવી તે ગૃપ દ્વારા વિધિવત રીતે ગૌવંશને સમાધિ આપવામાં આવશે.

