HomeGujaratદોઢ મહિના બાદ આવેલા વરસાદથી ખેડૂતોમાં હરખ 3.15 લાખ હેક્ટર પાકને...

દોઢ મહિના બાદ આવેલા વરસાદથી ખેડૂતોમાં હરખ 3.15 લાખ હેક્ટર પાકને નવ જીવન મળ્યું

મોરબી સહીત સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાં છેલ્લા જૂન જુલાઈ મહિના બાદથી મેઘરાજા ભરપુર વરસ્ય બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના 18 દિવસ કરતા વ્ધ્રારે સમય કોરો કટ્ટ રહ્યા બાદ રવિવારથી મોરબી જીલ્લામાં મેઘરાજાની ફરી એકવાર પધરામણી થઇ છે અને આ વખતે સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો હરખાયા છે. દોઢ મહિના કરતા પણ વધારે સમયથી વરસાદ ન થવાના કારણે જિલ્લાના 3.15 લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસું પાકને નુકશાન થવાની શરુઆત થઇ ગઈ હતી જેના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. કેટલાક વિસ્તારમાં તો કપાસ સૂકવવા પણ લાગ્યો હતો જોકે હવે ફરી એકવાર મેઘરાજાની નારાજગી દુર થતા ફરી એકવાર પાકની પિયતની જરૂરિયાત પૂર્ણ થઇ ગઈ છે અને મુરજાતી મોલાતને નવજીવન મળ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW