મોરબીના મચ્છુ ૩ ડેમમાં એક યુવક ડૂબતો હોવાનો ફાયર વિભાગને કોલ આવ્યો હતો જેથી મોરબી ફાયરની ટીમ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી તરવૈયાઓએ કલાકો સુધી શોધખોળ કરી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.અને તપાસ હાથ ધરી હતી મૃતકનું નામ સુરેશભાઈ નરસીભાઈ વનારીયા ઉમર વર્ષ 27 અને સામાકાંઠે પાવર હાઉસની બાજુમાં મામાદેવવારી શેરી પાસે રહેતા હોવાનું સામે આવ્યું છે મૃતકે આપઘાત કર્યો કે અકસ્માત તે સામે આવી શક્યું નથી. આ અંગે એડી નોધી તપાસ હાથ ધરી હતી

