HomeGujaratતસ્કરોએ તો હદ વટાવી,સ્મશાનની પાણીની મોટર પણ ચોરી ગયા 

તસ્કરોએ તો હદ વટાવી,સ્મશાનની પાણીની મોટર પણ ચોરી ગયા 

મોરબી શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવ સતત વધી રહ્યા છે  તાજેતરમાં માળિયા મિયાણા ગામમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના બની હતી હજુ આ ઓછું હોય તેમ ગઈકાલે ચોરીની ઘટના વિસીપરા નજીક આવેલા મોરબીના યમુના સોસયટી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સ્મશાનમાં આવતા લોકોના હાથ મો ધોવા માટેની પાણીની ટાંકી ભરવા રાખેલ એક મોટરની ચોરી કરી હતી આ ઓછું હોય તેમ ત્યાં રહેતા ચોકીદારનો મોબાઈલ અને પાકીટ સહીત  રૂ 24 000ના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા  બનાવ અંગે સોમવારે સવારે સ્મશાનમાં દેખરેખ કરતા  દેવજીભાઈ ગોરાભાઇ મકવાણા પહોચ્યા અને પાણી માટે નનળ ચાલુ કરતા ટાંકી ખાલી હોય જેથી મોટર ચાલુ કરવા જતા મોટર ચોરી થઇ હોવાની જાણ થતા તેમણે ચોકીદાર સંદીપભાઈને બોલાવતા  તેને પોતાનો મોબાઈલ અને પર્સ ચોરી થયા નું જણાવતા દેવજીભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW