મોરબીના મકનસર નજીક આવેલ પ્રેમજીનગરમાં રહેતા જીગાભાઈ કાળુભાઈ પરમાર નામના યુવકની પત્નીએ એક ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો જોકે બાળકની તબિયત બરાબરન હોવાથી 24 કલાક ઓબ્જર્વેશનની જરૂર હોવાથી રીફર ચીઠી આપતા પરિવાર શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલમાં ગત ૨૫ ના રોજ દાખલ કર્યો હતો. અગાઉ જે હોસ્પિટલમાં બાળક સારવારમાં હતો ત્યાં માત્ર તબીબોએ માત્ર 24 કલાક ઓબ્ઝર્વેશન માં રાખવા જણાવ્યું હતું પરંતુ આયુષ હોસ્પિટલમાં 8 દિવસ સુધી દાખલ રાખવામાં આવ્યો હતો જ્યાં ડો.ધેર્ય જોષી બાળકની સારવાર કરતા હતા પોતાના એકના એક બાળકની 8 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેતા પરિવાર ચિંતામાં તબિયત વિશે પૂછ પરછ કરતા શરૂઆતમાં સારવાર ચાલી રહી ઝડપથી સાજો થઈ જશે તેવું આશ્વાસન આપતા હોય પરંતુ બાળકને શું થાય છે તે વિશે કોઈ માહિતી આપતા ન હતા. બાદમાં વધુ પૂછપરછ કરતા જીગાભાઈને ચેમ્બરમાં મળવા બોલાવતા જીગાભાઈ અને તેમના બહેન વૈશાલીબેને ગયા હતા જ્યાં ડો.ધેર્ય જોશીને પૂછ્યું કે અગાઉ જે હોસ્પિટલમાં બાળક હતો ત્યાં ડોક્ટર એક દિવસ જ રાખવાની વાત કરી હતી 7 દિવસ રાખવું પડ્યું છે. બાળકને શું થયું છે જણાવવા જણાવવા નહિતર રજા આપી દ્યો તેમ પૂછતાં ડોકટર ધેર્ય જોષીએ જીગા ભાઈ સાથે ગેર વર્તન કર્યું હતું તેમજ જાહેરમાં હલકા માણસો કઈ અપમાનિત કર્યા હતા તો વૈશાલીબેનને અહીથી નીકળ સાલી નબળી તેમ કહી અપમાનિત કરી હતી અને બાળકને આપી દેવો છે ભલે મરી જાય તેમ કહી અવાર નવાર બન્ને ભાઈ બહેનને અપમાનિત કર્યા હતા
આ મુદે જીગાભાઈએ એ ડીવીઝન પોલીસ મથકમાં ડો. ધેર્ય જોષી સામે પોલીસ ફરિયાદ નોધાવા લેખિત અરજી કરી હતી પરંતુ પોલીસે અગાઉ અલગ અલગ ચોકીના ધક્કા ખવડાવ્યા હતા અને ફરિયાદ લીધી ન હતી જેથી આ મુદે એસપીને પણ લેખિત રજૂઆત કરી હતી. જોકે ઘટના અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં 1 ઓગસ્ટના રોજ જયારે એસપીના 16 ઓગસ્ટ ના રોજ લગભગ દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં ફરિયાદ લેવામાં આવી ન આવતા પરિવારે રેંજ આઈજીને ફરિયાદ કરી ન્યાય અપાવવા માંગણી કરી છે

