મોરબી હળવદ રોડ પર ઉચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને સ્કોટલૅન્ડ સિરામિકમાં મજુરી કામ કરતા સોમજીભાઇ ખાનાભાઇ પારઘી તથા તેમના પત્ની મંજુબેન સોમવારે સવારે તેમનું GJ-13-BA-8743 નંબરના બાઈક પાસે ઉભા હતા તે દરમીયાન GJ-36-S-2081 નંબરના ક્રેઇનના ચાલકે પાછળના ભાગે ઠોકર મારી હતી જેના કારણે દંપતિને ગંભીર ઈજા પહોચી હતી બનાવમાં સોમજીભાઈને જમણા પગના ભાગે ગંભીર ઈજા પહોચતા 108 માં સારવાર અર્થે મહેન્દ્ર નગર નજીક આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન કરતા જમણા પગને ઘુટી સુધી કાપવો પડ્યો હતો બનાવ બાદ ક્રેન ચાલક ફરાર થઇ જતા સોમજીભાઈએ ક્રેન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે ફરિયાદ આધારે પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુન્હો તેની શોધખોળ હાથ ધરી હતી

