મોરબીના જેલ રોડ પર આવેલા વાલ્મિકી વાસ વિસ્તારમાં.રહેતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલાનો મોટો દીકરો રવીન્દ્ર ઉર્ફે રવી ગઈ કાલે રાત્રે જમીને સામા કાંઠે ભિમસર માં રહેતી તેની બહેનના ઘરે જવાનું કહી બાઈક લઈને નીકળ્યો હતો.
કલાક બાદ ભીમસર પાસે કેટલાંક શખ્સ જાહેરમાં ઝઘડો કરી જાહેરમાં મારમારી કરતા હોવાથી રવીન્દ્ર તેમને સમજાવવા વચ્ચે પડ્યો હતો.આં દરમિયાન ઝઘડો કરી રહેલા કલેજ લલિતભાઈ,તેનો ભાઈ રાજ લિલિતભાઈ તેના પિતા લલિત કેશાભાઈ અને રાજુ કેશભાઈ સહિતનાએ રવીન્દ્ર ને ઢોર મારમારી છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતકના પિતા જયસુખ ભાઈ ઝાલા એ ચારેય આરોપી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં

