મોરબી શહેરમાં આવેલા મકરાણી વાસ પાસેના મચ્છુ નદી કિનારે આવેલા રામઘાટ પાસે પોલીસની ટીમ વાહન ચેકીંગ કામગીરી કરતી હતી તે દરમિયાન એક શખ્સ નંબર પ્લેટ વિનાની બાઈક લઈને ત્યાથી પસાર થતા પોલીસે તેને રોકાવી બાઈકની આરસી બુક અને લાયસન્સ સહિતના કાગળ માગતા તેની પાસે કાગળ ન હોવાનું કહી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો શખ્સનું નામ પૂછતા પોતાનું નામ પ્રવીણ વિજયભાઈ માં મૂળ સુરેન્દ્ર નગરના ખમિષણા રોડ વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યુ હતુ બાઈક ના કાગળ ન હોવાથી પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન થી માલિકીની તપાસ કરતા બાઈક ચોરાઉ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીની અટકાયત કરી બાઈક કબજે કર્યું હતું અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

