HomeGujaratમોરબીમાં રકતદાતાઓની મદદથી લોહી આપી જીવ બચાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં રકતદાતાઓની મદદથી લોહી આપી જીવ બચાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અકસ્માત સહિતની ઇમરજન્સી સમયે લોકોને રક્તની જરૂરિયાત પૂરી પાડી માનવ જિંદગી બચાવવા માટેનું ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. દરમિયાન એક યુવાન અકસ્માત ઘવાયો હોવાથી લોહીની ઇમરજન્સી જરૂરિયાત પડતા યંગ ઇન્ડિયા ગ્રુપ તેની વ્હારે આવી રક્તદાતાઓની મદદથી લોહીની જરૂરિયાત પૂરી પાડીને આ યુવાનની જિંદગી બચાવી લીધી છે.

મોરબીમાં  મિહિર હર્ષદભાઈ ચાવડા નામના યુવાન અકસ્માત ઘાયલ થતા તેને અચાનક ૮ થી ૧૦ બોટલ બ્લડની તાત્કાલિકના ધોરણે જરૂર પડી હતી. આ જરૂરિયાતને પુરી પાડવા માટે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું યંગ ઇન્ડિયા ગ્રૂપ તરત જ તૈયાર થયું હતું અને એમના સભ્યને જાણ થયાના થોડા જ સમયમાં રક્તદાતાઓના સહયોગથી બધી બ્લડની બોટલની વ્યવસ્થા કરી આપી હતી જેમાં જગદીશભાઈ રાઠોડ, મયુરભાઈ પાંચોટીયા, કિશનભાઇ ઝાલરીયા, કેવલભાઈ કોરીંગા તેમજ અન્ય મિત્રોએ તાત્કાલિકના ધોરણે રક્તદાન કર્યું હતું અને આ યુવાનની જિંદગી બચાવી લીધી છે.

યંગ ઇન્ડિયા ગ્રુપની આ મુહિમમાં મોટી સંખ્યામાં હજુ લોકો જોડાય જેથી આવી ઇમરજન્સીના સમયે લોહીની જરૂરિયાત પૂરી પાડી શકાય અને આ મુહિમમાં જોડાવવા માટે 8000827577 પર વોટ્સએપ કરો તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW