HomeGujaratમોરબી પાલિકામાં ચાલતા ભ્રષ્ટ્રાચાર અંગે તપાસની માંગણી કરતા BJPના માજી સદસ્યએ ખોટી...

મોરબી પાલિકામાં ચાલતા ભ્રષ્ટ્રાચાર અંગે તપાસની માંગણી કરતા BJPના માજી સદસ્યએ ખોટી ફરિયાદ કર્યાનો કોંગી આગેવાનનો આક્ષેપ

મોરબી નગરપાલિકા ના સફાઈ કર્મચારી દ્વારા નગરપાલિકા ના એક ક સફાઈ કર્મચારી પડે એક લાખ રૂપિયા ની માંગણી કરવા માં આવેલ તે બાબતે મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકા મા તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારીને આવા લોકો કર્મચારી પાસે રૂપિયા માંગે છે. તેથી આની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા તા. ૨૧/૮/૨૦૨૩ ના રોજ લેખિતમાં રજૂઆત કરેલ તે હિત ધરાવતા લોકોને માફક નહિ આવતા કોગ્રેસના આગેવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગમાં કાયદાનો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોધાવેલ છે. ત્યારે આ બાબત ની તટસ્થ અને સતાપક્ષના દબાણમાં આવ્યા વગર તપાસ કરવામાં આવે તે માટે મોરબી એસસીએસટી સેલના ડીએસપી ને મળી આ અંગે રજૂઆત કરેલ કે જે મુદ્દાસર ચૂંટણીના કારણે બનાવવા બનેલ છે તેવી ખોટી રજૂઆત કરી ફરિયાદ દાખલ કરેલ છે તો ચૂંટણી થયે તો બે થી વઘુ વરસ નો સમય જતો રહયો તો અત્યારે આવી ફરિયાદ શા માટે ?? તે પણ વિચાર માંગી લે તેવી વાત છે ત્યાર અઘિકારીને રૂબરૂ મળી આ ફરિયાદ બાબતે સાચી તપાસ કરી એક બીજાના ફોનના લોકેશન મેળવીને આ ફરિયાદ ને ઘ્યાને લેવા રજૂઆત કરેલ છે.


મોરબી કોગ્રેસના આગેવાન રમેશ રબારી અવાર નવાર પ્રજાની વેદનાને વાચા આપે છે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે લાગતા વળગતા ને રજૂઆત કરે છે જેના કારણે આ ભાજપ ના મહિલા સદસ્ય ની નારાજગી હોય શકે ને કોગ્રેસના કાર્યકરને માનસિક રીતે દબાવવાના ભાગ રૂપે પણ આ ફરિયાદ થઇ હોય શકે તો આ બાબત નિષ્પક્ષ તપાસ કરવા આવે તો દૂધ નુ દૂધ અને પાણીનું પાણી થય જસે, તેવી રજૂઆત ડી એસ પી ને કરવામાં આવી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ તાલુકા કોગ્રેસ ના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી, કોગ્રેસ ના સિનિયર આગેવાન એલ એમ કંઝારિયાએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW