HomeGujaratમોરબીના જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે મીઠાઈ,ફરસાણ આવતી કાલથી વિતરણ...

મોરબીના જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે મીઠાઈ,ફરસાણ આવતી કાલથી વિતરણ કરાશે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર દ્વારા પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ નુ આયોજન કરવા મા આવ્યુ છે. વિતરણ આગામી તા.૩-૯-૨૦૨૩ રવિવાર થી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. સમાજ નો દરેક વર્ગ તહેવારો ની મજા માણી શકે તે હેતુસર ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ નુ વિતરણ રાહતદરે કરવા મા આવશે. જે અંતર્ગત શુધ્ધ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, સહીત ની મીઠાઈઓ ઉપરાંત અને તેમજ ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ,સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થા ના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણ ની કીટ વિતરણ કરવા માટે જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW