મોરબીના શહેર ના ટ્રાફિકથી ધમધમતા સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીના ફ્લાય ઓવર બ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે ઓવરબ્રિજ બનાવવાની મોરબીના કોંગી અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે .
મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાય પાસ સુધી દરરોજ સવારે તેમજ સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત સ્થળે પહોચતા એક કલાક જેટલો વધારે સમય લાગે છે. સવારમાં સ્કુલે જતા બાળકો પોતાની સ્કુલે મોડા પહોચે છે. તો કોઈ બીમાર માણસને પણ હોસ્પિટલ પહોચતા વાર લાગે છે. આં સમસ્યા નું નિવારણ કરવું ખુબજ જરૂરી છે તો આ માટે મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો એક મોટો ઓવેરબ્રીજ બનાવવામાં જો આવે તો આ સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે થશે તેવી માંગ કરી છે.

