વાંકાનેરના વેલનાથપરામાં રહેતા અને 4 સંતાનનો પિતા રફિકશા ઇબ્રાહિમ શેખે ભૂમિકાબેન ભાવેશભાઈ પરણિત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી . અને અવાર નવાર ફોન પર વાતચીત કરતો હતો.ગત તા. 8 ના રોજ રાજકોટ હતો તે દરમિયાન ભૂમિકાબેને ફોન કરીને પોતાને ત્યાંથી લઇ જવાનું જણાવતા રફીકશા તેની ઇકો કાર લઈને તેને લેવા વાંકાનેર ગયો હતો જે બાદ તેને લઈને રાજકોટ જતો હતો તે વખતે રસ્તામાં અમરસર ફાટક પાસે જૈમીનભાઈ તેની કાર આંતરી ચાવી પડાવી લીધી હતી બાદમાં ભૂમિકાબેનના પતિ ભાવેશભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણ્યા શખ્સ આવી પહોચ્યા હતા અને રફીકને ઢોર માર માર્યો હતો.જે બાદ પગના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી ઘટના બાદ યુવકને ગંભીર ઈજા પહોચી હતી. જે યુવકને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઈબ્રાહીમ શેખે ભુમીકાબેનના પતિ ભાવેશભાઈ,જૈમીનભાઈ તેમજ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

