HomeGujaratમોરબીની પાનેલી શાળામાં રેંજ આઈ.જી.અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

મોરબીની પાનેલી શાળામાં રેંજ આઈ.જી.અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

મોરબી તાલુકાના પાનેલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ અને સુરક્ષા ના સમન્વય સમો SPC યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યોહતો . તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ અભિનય ગીત-સંગીત સાથે પુસ્તક અર્પણ કરી મહાનુભાવ રેન્જ IG  તથા SP નું સન્માન અનુક્રમે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા તથા મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર દ્વારા કરવામાં આવ્યું. રેન્જ IG અશોકકુમાર યાદવ  તથા મોરબી જિલ્લાના SP રાહુલ ત્રિપાઠી સાથે શાળાના બાળકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો. જેમાં બાળકોના જીવન ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ, સોશિયલ મીડિયા અંગે અવેરનેસ, મહિલા સુરક્ષા તથા IAS અને IPS માં કેરિયર કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. આ સાથે શાળાના તમામ શિક્ષક સ્ટાફ સાથે કેટલીક હળવી પળો માણવાની સાથે તમામ શિક્ષક સ્ટાફ અને માર્ગદર્શન પણ આપ્યુ. આમ, આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેનો અનેરો ઉત્સાહ શાળાના તમામ બાળકોમાં જોવા મળ્યોહતો .  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW