મોરબી પાલિકાના પોશ વિસ્તાર તરીકે જાણીતા અવની ચોકડી અને તેની આસપાસ આવેલી સોસાયટીમા દર વર્ષે ચોમાસમાં વ વરસાદી પાણી ભરવાની સમસ્યા રહેતી હતી. આ મુદ્દે અનેક રજુઆત અને વાયદાઓતેમજ ખાત મુહુર્ત બાદ હવે પાણી ભરવાની સમસ્યાના હલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરના મોટા ભાગના વિસ્તારમાં દર ચોમાસે થોડા અમથા વરસાદમાં રોડ પર નદીઓ વહેવા લાગે છે. શહેરના અવની ચોકડી આસપાસની સોસાયટીઓ ના ઉપલા ભાગમાં વાડી વિસ્તાર નો પાણીનો રસ્તો બંધ થવાથી આં પાણી સોસાયટી વિસ્તારમાં ફરી વળતાં હોવાથી જળબંબાકાર બની જાય છે. પરિણામે સ્થાનિકો ને મૂશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોની વર્ષોની યાતનામાંથી હવે છુટકારો મળે તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. ચોમાસાના મહિના અગાઉ નગરપાલિકા દ્વારા અવની ચોકડીએ વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસામાં પહેલા જ આ કામ પુરૂ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પણ ચોમાસુ શરૂ થઈ જતા ફરી એજ પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી. ત્યારે હવે નગરપાલિકાએ આ કામ ઉપાડ્યું છે અને અંવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું છે.
| ReplyForward |

