HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવાના એમડી વિરૂદ્ધ 302 ની કલમ ઉમેરવા અંગેની...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવાના એમડી વિરૂદ્ધ 302 ની કલમ ઉમેરવા અંગેની અરજી મુદ્દે આજે કોર્ટ ફરીયાદી પક્ષને સાંભળશે 

એસ કે વોરાના રાજીનામા બાદ હવે નવા સ્પેશ્યલ પીપી ની નિમણુક ની પણ જોવાતી રાહ

મોરબીની દર્દનાક ઝૂલતા પુલ તૂટવાની ઘટનાને10મહિના જેટલો સમય વિતી ગયો છે.હવે કોર્ટમાં તારીખ પર તારીખ પડી રહીં છે ત્યારે આ કેસમાં મંગળવારે વધુ એક મુદત પડી છે જેમાં આં વખતે મૃતક પરિવાર દ્વારા કોર્ટમાં કેસના મુખ્ય આરોપી એવા ઓરવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ વિરૂદ્ધ અગાઉ 302 ની કલમ ઉમેરવા મુદ્દે કરાયેલ અરજી પર આજે કોર્ટ અરજી કરનાર પરિવારનો પક્ષ જાણશે આં માટે મોરબીના વકીલ દિલીપ અગેચણિયા પીડિત પરિવાર વતી દલીલ કરશે અને કોર્ટ સાથે સાથે અગાઉ જ્યારે પીડિત પરિવાર દ્વારા 302ની કલમ ઉમેરવા મુદે જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વાંધા અરજી પણ મુકવામાં આવી હતી આજની મુદતમાં આં અંગે પણ નવા જૂની થવાની સંભાવના છે.

બીજી તરફ આ કેસમાં અગાઉ સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયેલ એસ કે વોરા ના રાજીનામા બાદ હાલ તેના સ્થાને નવા પીપી પણ મુકાયા નથી જેના કારણે આં કેસ પણ આગળ વધી રહ્યો નથી ત્યારે પીડિત પરિવાર પણ વહેલી તકે બીજા સ્પેશ્યલ પીપી ની નિમણુક થાય અને હાલ સુસ્ત પડેલા આં કેસ પણ નવા પ્રાણ ફૂકાય અને કેસમાં જવાબદાર લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી પીડિત પરિવાર ને ન્યાય આપવામાં આવે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW