મહિનાં દરમીયાન જે પણ છાત્રોનો જન્મ દિવસ હોય તે આખીર તારીખમાં માતા પિતા સાથે કરે છે યજ્ઞ
આજના ૨૧ મી સદીના યુગમાં જન્મ દિવસની ઉજવણી દેખા દેખી અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ કરી લોકો ઉજવતા હોય છે .પરંતુ મોરબીની એક એવી શાળાએ ઘણા વર્ષોથી એક પહેલ કરી છે કે બાળકો પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિ તરફ વળે આં માટે શાળા દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. જેમાંની એક પહેલ એટલે વૈદિક પરંપરા મુજબ જન્મ દિવસની ઉજવણી.આં શાળામાં મહિનાના અંતમાં સામૂહિક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.આં યજ્ઞમાં મહિના દરમિયાન જે પણ બાળકો નો જનમ દિવસ આવતો હોય તેવા છાત્રો જોડાય છે .સંસ્કૃત શ્લોક અને પરંપરા મુજબ યજ્ઞ કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજના આધુનિક યુગમાં સામાન્ય રીતે જનમ દિવસની ઉજવણી કેક કાપીને તો ક્યારેક બાહર હોટેલ રેસ્ટોરન્ટમાં ઉજવણી કરવામાં આવે છે કેટલાક લોકો ગરીબ પરિવારને ભોજન કરાવીને પણ જનમ દિવસની ઉજવણી કરાવતા હોય છે.પરંતુ મોરબીની એક એવી શાળા પણ છે જેમાં બાળકો કેક કાપી જનમ દિવસ ઉજવણી કરી પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાને બદલે ભારતીય સંસ્કૃતિને સમજે અને ભારતીય સંસ્કૃતિ મુજબ જનમ દિવસ ઉજવણી કરે તેવી જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે મોરબીના સામા કાંઠાં વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દર મહિનના અંતે એક ખાસ પ્રકારના યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આં યજ્ઞના મહિના દરમિયાન જે જે પણ બાળકોના જન્મ દિવસ હોય તે બાળકો તેના માતા પિતા સાથે બેસે છે અને વૈદિક પરંપરા મુજબ યજ્ઞ કરે છે. સંસ્કૃત શ્લોક સાથે આં શાળામાં છાત્રો હવનમાં જોડાય છે અને પશ્ચિમ સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિને જાણે છે બાળકો અને વાલીઓ ને આં હવનનું મહત્વ અને તેનાથી થતા ફાયદા વિશે પણ શાળા સંચાલકો દ્વારા સમજણ આપવામાં આવે છે..
સામાન્ય રીતે જનમ દિવસ હોય તો બાળકો તેના સાથી મિત્રોને ચોકલેટ આપવાનું ચલણ હોય છે જોકે આં શાળામાં બાળકો પેન્સિલ, રબર, ડ્રોઈંગ કલર કે બાળકોને અભ્યાસમાં જેની સૌથી વધુ જરૂરી હોય તેવા સાધનો ભેટ રૂપે આપે છે જેથી બાળકોને ઉપયોગમાં આપી શકે આં ભેટ પણ કોઈ પણ પ્રકારની દેખાદેખી વગર કે ફરજિયાત રૂપે અપાવવાનું પણ બંધન હોતું નથી બાળકો પોતાની ઈચ્છા અને શકિત મુજબ આપે છે

