વાકાંનેર નજીક હોલ માતા મંદિર માં આહિર સમાજના હિતનો રક્ષણ માટે બનાવેલ આહીર સેનાનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું
વાકાનેર તાલુકાના જાલસિકા ગામમાં આવેલા હૉલ માતાના મંદિર ખાતે ગુજરાત ભરના આહીર સમાજનાં હિત માટે લડવા નિર્માણ કરાયેલ આહીર સેનાનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આહીર સમાજ એકતા, પ્રગતિ, શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ તેમજ અલગ અલગ મુદ્દામાં ભવિષ્યમાં કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આં ઉપરાંત આહીર સેનાની સ્થાપના બાદ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ હોવાથી રાજ્યભરમાં ઝોન મુજબના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી તો આં સેનાના પ્રમુખ તરીકે ભગવાન કૃષ્ણને બનાવવાની નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ સમસ્ત ગુજરાતમાં આહીર સમાજ સમાજ સાથે થતા અન્યાય સામે લડી શકે તે માટે આહિર સેનાનું સ્થાપના કરી છે જેના ઝોન વાઇઝ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે આહીર સેનાનું ભવિષ્યમાં શું કામ રહેશે તેનાથી સમાજને શું ફાયદો થશે તે વિશે ચર્ચા કરી છે આં ઉપરાતં આહીર સમાજનાં અલગ અલગ વિસ્તાર મુજબ જે વાડા છે તે દૂર કરી સમસ્ત ગુજરાતના આહીર સમાજની સ્થાપના કરવાનો ઉદ્દેશ નિર્ધારિત કર્યો હતો
આહીર સમાજને કાયદાકીય બાબત, રાજકીય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં અન્યાય થતો હોય તે અન્યાય સામે ન્યાય મેળવવા વિરૂદ્ધ લડત ચલવવનનો ઉદ્દેશ નકકી કરવામાં આવ્યો છે. તાજેતરમાં મોરબીના વતની અને જૂનાગઢ જિલ્લાના પોલીસ તાલીમ સેન્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી બ્રિજેશભાઈ લાવડિયા ના આપધાત કેસમાં ન્યાય અપાવવા તેમજ ભવિષ્ય માં આવી ઘટના બને તો જરુરી લડત ચાલવાનો આં સેનાનો ઉદેશ હોવાનું જણાવ્યું હતું
આહીર સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે કરેલા પ્રયાસથી દીકરીઓ શિક્ષિત થવા લાગી છે પરંતુ હવે. દીકરાઓને પણ શિક્ષણ તરફ લઈ જવાની જરૂરિયાત થતા દરેક જિલ્લાના દીકરાઓ માટે શૈક્ષણિક સંકુલ અને છાત્રાલયો ખોલવા સૂચન કરાયું તો સમાજ ના ચાલતી આવતી કોઈ કુરિતી હોય તો તે સમય સાથે દૂર કરવા જેવી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આહીર સમાજમાં આવતી અટક બીજી કેટલીક જ્ઞાતિમાં આવતી હોય છે અને તેનો સહારો લઇ બીજા કેટલીક જ્ઞાતિના લોકો પોતાને આહીર ગણાવે છે અને તેનો દુરુપયોગ કરે છે જેથી આવી પ્રવૃતિ પર અંકુશ લાવવા બાબતે ચર્ચા કરી હતી તેમ મોરબી જીલ્લા આહીર સમાજના મહામંત્રી વિજયભાઈ કુગસિયાએ જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી રામુભાઈ ગોજીયા કેતનભાઇ વાણીયા દિલીપભાઈ ચાવડા વિજયભાઈ કુગશીયા લાલુભાઇ આહીર ગણપતભાઈ આહીર ભરતભાઈ કાનગડ રમેશભાઈ જીલરીયા ભરતભાઈ ડાવેરા મનવીરભાઈ ખાંડેખા ડવુંભાઈ વારોતરીયા તથા આહિર સમાજના કલાકારો લોક ગાયકો હાજર રહ્યા હતા

