HomeGujaratમોરબીના કેરાળામાં મોડી રાત્રે વાડી પાસે આટા ફેરા કરતા બે...

મોરબીના કેરાળામાં મોડી રાત્રે વાડી પાસે આટા ફેરા કરતા બે યુવકને ટપારતા થયો ઝઘડો,છરી ધોકા ઉડયા

મોરબીના કેરાળાગામની સીમમા રાયમલ ભાઇની વાડીમા ચોરીના બનાવ બનતા હોય જેથી ખેતરમાં નજર રાખવા માંડણભાઈ ખોડાભાઈ સીણોજીયા રાત્રીના રોકાણ કરતા હતા દરમિયાન ગત તા 18ના રાત્રે સિકદંર ઇકબાલ કટીયા ઓસમાણ ઇકબાલ કટીયા અને સિકંદર મુસ્તાક ભાઈ કાજેડીયા વાડીએ નીકળતા હતા અને તેઓની હરકત શંકાસ્પદ લગતા તેઓને ચોરીની શંકા ગઈ હતી જેથી તેઓની સાથે બોલાચાલી કરી હતી જોકે આરોપીઓએ ગાળો બોલી માંડણ ભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. છાતીના ભાગે ઈજા પહોચાડી ફરાર થઇ ગયા હતા. જોકે અન્ય લોકો એકઠા થઇ જતા બન્નેને પકડી લીધા હતા અને બાદમાં આ રોપીઓએ ઝઘડાનો ખાર રાખીને વાડીમા આવિ વાડીમાં હાજર બીજા લોકો સાથે બોલાચાલી કરીને બેફામ ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપીને અનીલભાઇને શરીરે માર મારીને છરી વડે પેટના ભાગે ઇજા પહોચાડતા તથા ત્રણ શખ્સોએ વાનુંભાઈ તથા નાનુભાઇ વાળાને લાકડીઓ વડે માર મારીને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પહોચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં માંડણ ભાઈએ સિકંદર ઇકબાલ કટીયા,ઓસમાણ ઇકબાલ કટીયા , સિકંદર મુસ્તાકભાઇ કટીયા તેમજ બે અજાણ્યા શખ્સ વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

માળિયા મિયાણા ગામમાં રહેતો સિકંદર ઇકબાલ કટીયા અને સિકંદર મુસ્તાકભાઇ ખોખરા હનુમાન રોડ પર કોઈ કામ હોવાથી રાત્રીના સમયે જતા હતા તે દરમિયાન રસ્તામાં તરસ લાગતા એક વાડીના મકાનની સામેના ભાગે કાચા મારેગે પાણીના ટીપણા ભરેલ હોય જ્યાં બન્ને યુવાન પાણી પીવા ઉભા રહેતા વાડીના માણસોએ બન્નેને ચોર સમજી બોલાચાલી કરવા લાગ્યા હતા અને તેની સાથે મારામારી કરવા લાગ્યા હતા તેમજ છરી વડે ઇજા પહોચાડી હતી બન્નાને યુવક તેના બચવા ભાગી ગયા હતા જોકે આરોપીઓએ એક યુવકને પકડી લીધા હતા બાદમ ફરીયાદી સિકંદર તથા સાહેદ ઓસમાણભાઇ તથા બીજા સાહેદ જાવેદભાઇ હસનભાઇ એમ બધા સિકંદર મુસ્તાકભાઇ તથા મો.સા ને વાડીએ લેવા જતા ત્યા ત્રણ અજાણ્યા પુરૂષો હાજર હોય જે તેની સાથે ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને ફરી એકવાર છરી ધરિયા જેવા હથિયાર વડે હુમલો કરી એક બીજા પપગના પંજાના તળીયાના ભાગમા ટાંકા તથા ફેકચર તથા શરીરે મુંઢ ઇજા પહોચાડતા બન્ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા બનાવ અંગે સિકન્દરે ત્રણ અજાણ્યા શખ્શ વિરુદ્ધ્ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW