HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં એક જ કેસ બારીના કારણે દર્દીઓની લાગે છે લાંબી...

મોરબી સિવિલ હોસ્પિટલમાં એક જ કેસ બારીના કારણે દર્દીઓની લાગે છે લાંબી લાઈનો 

મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ચોપડે ભલે જિલ્લા કક્ષાની હોસ્પીટલ હોય પણ સારવાર અને સુવિધા માં તાલુકા હોસ્પિટલ કરતા ખરાબ હાલતમાં છે.સિવિલ હોસ્પીટલમાં લાંબા સમયથી સ્ટાફની ઘટ છે પરંતું જાણે કોઈને પડી જ હોય તેમ હોસ્પિટલ તંત્ર આખ આડા કાન કરીને બેસી રહ્યા છે.સિવિલ હોસ્પિટલની કેસબારી હોય જે દવા બારી બન્ને જગ્યાં સ્ટાફની ઘટ સૌથી વધુ હોય તેમ લાગી રહ્યું છે.કેસ બારી પર મહિલા પુરુષ દર્દીની લાઇન અલગ અલગ છે પરંતુ બારી એક જ હોય છે જેના કારણે દર્દીઓની લાઈન લાગેલી રહે છે દર્દીઓને કલાકો સુધી કેસ લખવા લાઇનમાં રહેવુ પડે બાદ હોસ્પિટલ ઓપીડી માં લાઇનમાં બેસવું પડે ત્યાંથી દવા માટે આવે તો ફરી એકવાર લાઇનમાં રહેવાનું સામન્ય તાવ શરદી હોય કે બીજી બીમારી દવા લેવા માટે અડધો દિવસ બગડે તેવી વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવતા દર્દની હાલત કફોડી બની ગઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW