HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગારધામ પર દરોડા 32 જુગારીઓ...

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગારધામ પર દરોડા 32 જુગારીઓ ઝડપાયા

મોરબી જીલ્લામાં જેમ જેમ શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તેમ તેમ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારની હાટડીઓ ધમધમવા લાગી છે પોલીસ એક સ્થળે દરોડા પાડે તો બીજા સ્થળે ધમધમતી થવા લાગી છે. શેરી ગલીઓમાં ધમધમતા જુગારના આવા અડ્ડા પર મોરબી પોલીસે જુગારીઓ પર કડક હાથે એક્શન લેવાની જરૂર પડી છે. ત્યારે છુટા છવાયા વિસ્તારમાં દરોડા પાડવાની કામગીરી શરુ કરી હોય તેમ મોરબીના અલગ અલગ સ્થળે જુગાર અડ્ડા પર દરોડા પાડી ૨૫ જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં

મોરબી તાલુકાના પાવડીયારી પાસે ક્યુરા સિરામિક નામની ફેક્ટરીની દીવાલ પાસે જાહેરમાં જુગાર રમતા દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા,હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા,દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા,રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ, અલ્પેશભાઇ મેરામભાઇ માધર,જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 35,550 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી,

મોરબીના નેશનલ હાઇવે વિસ્તારમાં આવેલ ડેલામાં જુગાર રમતા 08 જુગારીઓ ઝડપાયા હતા નેણ તેની પાસેથી રૂ 4.74 લાખ રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

બીજા એક બનાવમાં ત્રાજપર ખારી મા રામજીમંદીર ની બાજુમા જાહેરમાં જુગાર રમતા જયેશભાઈ જયતીભાઈ માકાસણા, લાલજીભાઈ શંકરભાઈ કગથરા ,સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા, રવીભાઈ રમેશભાઈ અંગેચણીયા,મયુરભાઈ ચુનીલાલભાઈ અંગેચણીયા,નાસીરભાઈ અનવરભાઈ માલાણી,અવેશભાઈ તૈયબભાઈ સામતાણીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 22,300 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના જીઆઈડીસીમાં આવેલા શિવમ કોમ્પ્લેક્ષ બાજુમાં બહાર જુગાર રમતા રણજીતભાઇ રમેશભાઇ કલોતરા, મહીપાલભાઇ મહેશભાઇ કલોતરા,અજમલભાઇ છગનભાઇ ભુંભરીયા, મેહુલભાઇ જેશીંગભાઇ બારને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 20,200 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેદાર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW