મોરબીના શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં જુગાર મોસમ શરૂ થઈ હોય તેમ શેરી ગલીએ અને અલગ અલગ જગ્યાએ જુગારની હાટડી ખોલી ગઈ છે. ત્યારે આવી હાટડીઓ પર પોલીસ એક્શન લેવાની શરૂ કરી હોય તેમ અલગ અલગ વિસ્તારમાં જુગારીઓ પર એકશન લઇ રહી હોય તેમ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબીના ઘુંટુ ગામે બે સ્થળે જુગારના દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
મોરબી તાલુકા પોલીસ ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હનુમાન મંદિર પાસે શેરી માં. કેટલાંક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોય અને આં બાતમી આધારે પોલીસે ધીરુ નરસીભાઈ દંતેસરિયા, રવી રમેશ અદગામાં,શામજી રમેશ દંતેસરિયા,યોગેશ મનુભાઈ બારોટને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.10,400 રોકડા સહિતનો મુદામાલ કબજે કરાયો હતો.તો આજ ગામના ધંટુગામ ગુંદીનાકા પાસેથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રફીકશા નથુશા શાહમદાર, જેન્તીલાલ સવજીભાઇ કાવઠીયા, જયદિપ અણદાભાઇ આલ, સાગર દેવજીભાઇ માલકીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 27500 રોકડા સહિતના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

