HomeGujaratપાલિકાએ ભૂગર્ભ ગટર, સફાઈ દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે ઢોર પકડવાનું પણ...

પાલિકાએ ભૂગર્ભ ગટર, સફાઈ દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે ઢોર પકડવાનું પણ શરૂ કર્યું

વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલા મોરબીવાસીઓ સોશ્યલ મીડિયા પર અલગ અલગ સમસ્યા મુદ્દે લોકો દ્વારા વહિવટી તંત્રને ઘેરવા માં આવી રહ્યા છે દર વખતે ફંડનું બહાનું કરી હાથ ખંખેરવના પ્રયાસ કરતા પ્રજામાં નારાજગી વધી હતી જેના કારણે આગામી દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભવિષ્યમાં પાલિકાની ચૂંટણી યોજાય તો રાજકીય પક્ષોને મૂશ્કેલી પડી શકે છે. તેમ લાગ્યા બાદ હવે પાલિકા સફાળી જાગી છે અને પાલિકાની વિવિધ સમસ્યાઓનો હાલ કરવા તમામ મોરચે મેદાનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તાજેતરમાં શહેરના રોડ રસ્તા ના ખાડા બુરવાની કામગીરી કર્યા બાદ ભૂગર્ભ ગટર અને શહેરના અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા ઉપાડવા ની કામગીરી કરી હતી તો ભૂગર્ભ ગટરના સફાઈ અને ઢાંકણા ફીટ કરવામાં આવી રહ્યા છે જોકે બુધવારે રાત થી પાલિકાએ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગતરાત્રિના બે વિસ્તારમાંથી કુલ ૯ જેટલા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા અને તેમને યદુનંદન ગૌશાળા ખાતે આશ્રય અપાયો હતો.

મોરબી જિલ્લામાં રખડતા પશુઓનો આતંક જગજાહેર છે પરંતુ જ્યારે કોઈ નાગરિક ઈજાગ્રસ્ત થાય છે ત્યારે જ પાલિકાના ધ્યાને રખડતા પશુઓને કેદ કરવાની વાત ધ્યાનમાં આવે છે પરંતુ અચાનક મોરબી નગરપાલિકા તંત્રએ આળસ મરડી હોય તેમ ગત રાત્રિના મોરબી શહેરના શક્તિ ચોક અને દાણાપીઠ સહિતના વિસ્તારમાં ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કુલ નવ જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે આ રખડતા પશુઓને હાલ મોરબીની યદુનંદન ગૌશાળા ખાતે આશ્રય આપવામાં આવે છે. જોકે શહેરમાં રખડતા ઢોરની સંખ્યા વધુ હોય જેના કારણે બીજી ગૌ શાળામાં ઢોર રાખવાની ફરજ પડી શકે છે જેથી નગરપાલિકા દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી છે કે જે ગૌશાળા આવા રખડતા પશુઓને આશ્રય આપવા ઇચ્છતી હોય તે મોરબી નગરપાલિકાનો સંપર્ક કરવા પણ અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW