HomeGujaratપુર્વ ધારાસભ્યએ 10 માસ પહેલા 13 લાખ ફાળવ્યા છતાં ખાખરડા PHCમાં ...

પુર્વ ધારાસભ્યએ 10 માસ પહેલા 13 લાખ ફાળવ્યા છતાં ખાખરડા PHCમાં દોડે છે ખખડધજ એમ્બ્યુલન્સ

ટંકારા પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ધારાસભ્યના આયોજનની ગ્રાન્ટ મોરબી તાલુકાના ખાખરાળામાં આવેલા પીએચસી માટે ફાળવવામાં આવી હતી આ અંગે તેઓ દ્વારા તા ૨૬ સપ્ટેમ્બરના રોજ જીલ્લા આયોજન વિભાગને પત્ર લખી રૂ ૧૩ લાખ ખાખરાળા પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી જોકે આ ગ્રાન્ટ ફાળવણી થયાને લગભગ 10 મહિના જેટલો સમય થવા છતાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં ન આવતા હાલ ખાખરાળા પીએચસીમાં હજુ પણ એમ્બ્યુલન્સની ખરીદી કરી ને સોપવામાં આવી નથી જેના કારણે છતાં રૂપિયે ખાખરાળા પીએચસીમાં હજુ પણ ખખડધજ એમ્બ્યુલન્સ દોડે છે એમ્બ્યુલન્સની હાલત એટલી હદે ખરાબ છે કે જો કોઈ આકસ્મિક ઘટના બને અને દર્દીને રીફર કરવાનો થાય તો દર્દી હોસ્પિટલ પહોચે કે ન પહોચે એમ્બ્યુલન્સ જરૂર ગેરેજ પહોચે તેવી હાલત થઇ ગઈ છે

આં અંગે જીલ્લા આયોજન વિભાગનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આમારા તરફથી તમામ પ્રકારની વહીવટી મંજુરી પ્રકિયા આપી દેવામાં આવી છે અને આ અંગનો પત્ર પણ સીડીએચઓને આપી દેવાયો છે. અને હવે એમ્બ્યુલન્સની ખરીદી તેમણે ખરીદીને સોપવાની રહે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW