HomeGujaratહવેથી સપ્તાહમાં બે દિવસ મોરબી જિલ્લાના લોકો ફરિયાદો માટે સીધા જ એસપીને...

હવેથી સપ્તાહમાં બે દિવસ મોરબી જિલ્લાના લોકો ફરિયાદો માટે સીધા જ એસપીને રૂબરૂ મળી શકશે

મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પોલીસ ફરિયાદ નોંધતી ન હોય કે પોલીસ કામ ન કરતી હોય તો લોકોની ફરિયાદ રૂબરૂ સાંભળવા માટે જિલ્લા પોલીસ વડા ખુદ મેદાને આવ્યા છે. જિલ્લાના નાગરિકોની કોઈપણ પ્રકારની ફરિયાદ માટે હવે એસપી રૂબરૂ મળી શકાશે. લોકો માટે દર મંગળવારે અને શુકવારે એસપીના દરવાજા ખુલ્લા રહેશે. લોકો મોકળા મને એસપીની મુલાકાત લઈ ફરિયાદ કરી શકશે.

મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિઓની ફરિયાદ નોંધાતી ન હોય લોકોમાં ભારે અસંતોષ ફેલાય છે. મોટાભાગે જાહેરમાં દારૂ, જુગાર, મારામારી, વાહન કે મોબાઈલ ચોરીની પોલીસ ક્રાઈમ રેટ ઓછો દેખાડવા ફરિયાદ નોંધતી હોતી નથી. ઘણીવાર કેસ દેખાડવા માટે દારૂ, વાહન સહિતની ફરિયાદ નોંધે છે. ક્યારેક વાહન ચોર કે મોબાઈલ ચોર પકડાયા બાદ ફરિયાદ નોંધીને બીજા દિવસે ગુનો ડિટેકટ કર્યાનું પણ નાટક કરે છે. આવા સંજોગોમાં પોલીસની છબી ખરડાય છે.આથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ લોકોની ફરિયાદ ખુદ સાંભળીને નિરાકરણ માટે સરસ મજાનો ઉપાય કાઢ્યો છે. વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા છે અને હવેથી જિલ્લાના તમામ લોકો સપ્તાહના દર મંગળવારે અને શુકવારે ફરિયાદ કે રજુઆત એસપીને રૂબરૂ મળીને કરી શકશે. લોકો ખુદ જ એસપી કચેરીએ જઈને આ રજા સિવાયના દિવસોમાં મંગળવારે અને શુકવારે ફરિયાદ કે રજુઆત કરવા એસપીની મુલાકાત લઈ શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW