HomeGujaratમોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં માતા પિતા વિહોણી39 બાળાઓને અપાયો નિશુલ્ક પ્રવેશ

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં માતા પિતા વિહોણી39 બાળાઓને અપાયો નિશુલ્ક પ્રવેશ

વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે.આવા સમયે ગરીબ કે નિરાધાર બાળકોને શિક્ષણ મળવું એક સપનું બની ગયું છે સેલ્ફ ફાયનાન્સ શાળામાં ફી ભરીને ભણાવવાની બધાની આર્થિક સ્થિતી નથી.આવા સમયે મોરબીમાં છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે જાણીતી સંસ્થા ઓશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ સરદાર બાગ સામે આવેલ અને દ્વારા ૩૯ બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી તેઓને શાળામાં પ્રવેશ આપેલ છે. જેમાં વિકાસ વિદ્યાલયની ૩૩ બાળાઓ, યદુનંદન ગૌશાળાના ૩ વિદ્યાર્થીઓ, મધર ટેરેસા આશ્રમની ૩ બાળાઓ મળીને કુલ ૩૯ વિદ્યાર્થીનીઓને શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવેલ છે. પ્રથમ મધર ટેરેસા આશ્રમની બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપેલ તેની પ્રગતિ અને શાળામાં અભ્યાસથી ખૂબ જ પ્રભાવિત થયેલ સિસ્ટરે અનાથ બાળકોની સંસ્થાઓની મીટીંગમાં ઓમ શાંતિ વિધાલયના શિક્ષણકાર્ય અંગે જાણકારી આપી જેનાથી પ્રભાવિત થઈ સરકારી અધિકારીએ ટી.ડી. પટેલનો સંપર્ક કરી અન્ય અનાથ આશ્રમની બાળાઓને શાળામાં પ્રવેશ આપવા માટે જણાવ્યું જેનો ટી.ડી. પટેલે સ્વીકાર કરી આ બાળાઓને શાળામાં ભણાવવાની જવાબદારી સ્વીકારી માતા-પિતા વિહોણી બાળાઓને અન્ય બાળકોની જેમ જ શ્રેષ્ઠ શિક્ષણ મળે અને જયાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે બે જોડી યુનીફોર્મ અને પુસ્તકો પણ આપેલ છે તેવી જાહેરાત કરેલ છે. અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માત્ર ફી માટે જ કાર્યરત નથી પણ સામાજીક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે તેનો ઉતમ દાખલો ઓમ શાંતિ વિદ્યાલયે આપ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW