મોરબીના એડી.સિવિલ કોર્ટના બેલીફ જાંબુડિયા નજીક મેક્સ ગ્રેનીટો નામની સિરામિક ફેક્ટરીમાં મિલકત જપ્તી ના વોરંટની બજવણી માટે ગયા હતા ત્યારે કારખાનેદાર દ્વારા કોર્ટ કર્મચારી સાથે અભદ્ર વર્તન કરી ધાક ધમકી આપી હતી અને તેમની ફરજમાં રુકાવટ કરી હતી આ કેસમાં પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્રીજો એક આરોપી ફરાર હતો જેને પોલીસે ઝડપી લીધો હતો અને તેના વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીની એડીશનલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા ભગીરથભાઈ વિરજીભાઈ પાંચોટિયા ગત ગત તા 2 જુનન રોજ સાહેદ કનકરાય શેઠ અને દેવભાઈ ભાવેશભાઈ શેઠ સાથે સમન્સ બજાવવા ગયા હતા જયારે સુખદેવભાઈ લાલજીભાઈ પટેલ હાજર હતા અને સરકારી બેલીફ ભગરીથભાઈ સાથે અભદ્રભાષામાં વર્તન કરી કોર્ટનું અસલ વોરંટ ઝુટવી લઇ ફાડી નાખ્યું હતું આ કેસમાં પોલીસે અગાઉ સુખદેવ પટેલ અને અશોકભાઈ ત્રિભોવનભાઈ પટેલને ઝડપી જેલ હવાલે કર્યા હતા બન્ને આરોપી જામીન પર મુકત થયા બાદ હવે પોલીસે આ કેસમાં સુખદેવ પટેલના પુત્ર રાજ સુખદેવ પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

