HomeGujaratમોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા, મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા, મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો

મોરબી જીલ્લા પર ચાલુ વર્ષે ચોમાસાની મહેરબાની રહેતા સમયાંતરે ધીમા અને મધ્યમ વરસાદના કારણે મોરબી જિલ્લાના તમામ ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે જિલ્લાના 10 માંથી 7 જેટલા ડેમ 50 ટકાથી વધુ વરસાદ નોધાયો છે. જિલ્લાના ત્રણ ડેમાં 90 ટકાથી વધુ ભરાઈ ગયા છે જેમાં મોરબીના મચ્છુ 1 ડેમનાં ઉપરવાસમાં થયેલા વરસાદથી ડેમમાં 36 17 કયુસેક પાણીની આવક થતા મચ્છુ 1 ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયા છે. તેમજ હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. મચ્છુ 1ની માફક ઘોડાધ્રોઈ ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે 98.૩ મીટરની સંગ્રહ ક્ષમતા સામે 98 મીટર ડેમ ભરાઈ ગયો છે રાજ્યમાં હજુ ચોમાસા ના દોઢ મહિના જેટલો સમય થયો ત્યાં સુધીમાં મોટા ભાગના ડેમ અને જળાશય ભરાઈ ગયા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈના પ્રશ્ન હલ થઇ ગયા છે. મચ્છુ 1 ડેમ 90 ટકા સુધી ભરાઈ જતા વાંકાનેર તાલુકાના 19 ગામ વાંકાનેર શહેર તેમજ મોરબી તાલુકાના 4 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટ્ટમાં અવર જવર ન કરવા તેમજ માલઢોર ન રાખવા સુચના આપવમાં આવી છે આ જ પ્રકારે ઘોડાધ્રોઈ ડેમના હેઠવાસના 12 ગામ જેમાં મોરબી તાલુકાના 7 અને માળિયા મિયાણા તાલુકાના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW