વાંકાનેર તાલુકાના જાલસિકા ગામમાં ગત શુક્રવારે સાંજના સમયે રહેણાંક મકાનની દિવાલ ધસી પડી હતી ઘટનામાં એક આધેડ કાટમાળ નીચે દટાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આસપાસના લોકોએ કાટમાળ દુર કરી આધેડના મૃત દેહને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.૨૧ના રોજ વાંકાનેરના જાલસિકા ખાતે રહેતા ૫૩ વર્ષીય નિર્મળભાઇ ભીમાભાઇ લોખીલ પોતાના ઘરે હતા. એ સમયે અચાનક ઘરની દિવાલ ધારાશાહી થઇ જતા નિર્મળભાઈને ગંભીર ઈજા પહોચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બનાવ અંગે વધુ તપાસ એ આર બેરાણી ચલાવી રહ્યા છે.

