મોરબી જીલ્લામાં સાતમ આઠમ તહેવાર નજીક આવતા હોય જેથી તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તેમજ દારૂ જુગારજેવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા પોલીસે આવી ગેર કાયદે પ્રવુતિ સાથે જોડાયેલ શખ્સોને પાસા હેઠળ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. અને મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ અને તેમની ટીમ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ જી ટી પંડ્યા સમક્ષ અલગ અલગ ગુનાના આરોપી પાસે પાસા વોરન્ટ ઈશ્યુ કરવા અરજી કરવામાં આવી હતી જે અરજી મંજુર થઈ હતી અને તે મંજુરી હેઠળ ટંકારા તાલુકા પોલીસ મથકમાં ૨૦૨૨માં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ગાંધીધામમાં વતની અમરશી સુજાભાઇ ઓવારીયા,રાજકોટના હડાળાના વતની કમલેશ બાબુભાઈ કારેલીયા,અશ્વિન દશરથ રુદાતલા , અમદાવાદ જિલ્લાના દસક્રોઈના મયુર રણછોડ મકવાણા,ગાંધીધામ નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુને ઝડપી લીધા હતા અને જામનગર,સુરત પોરબંદરઅમદાવાદ અને ભાવનગર જીલ્લાની જેલ હવાલે કર્યા હતા આ ઉપરાંત વિદેશી દારૂની હેરાફેરીના 14 જેટલા ગુનામાં સંડોવાયેલા રાજકોટ શહેરના ધવલ ઉર્ફે શિવ બકુલભાઈ વડનગરાને ઝડપી લઇ અમદાવાદની સાબરમતી જેલ હવાલે કર્યા હતા

